Friday 8 December 2023

વળાવી બા આવી

પ્રશ્ન ૧ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

1. ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગોએ વતનમાં આવે છે?

    ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળી હોળી રક્ષાબંધન જેવા તહેવારોએ તથા લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ જેવા સામાજિક પ્રસંગોએ ઘરે આવે છે.

2. વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું?

    વિદાય થતા ભાઈઓના કુટુંબમાં  તેમની પત્ની તથા તેમના બાળકો હતા.

3. સંતાનોના વિદાય ની આગલી રાત્રે વડીલોના મનની સ્થિતિ કેવી હતી?

સંતાનોના વિદાય ની આગલી રાત્રે બા તેમના ફોઈ ના મન ઉદાસ હતા. આટલા દિવસ કર્યા પછી કાલે બધા જશે એ વિચારથી બાનું હૃદય ખૂબ જ દુઃખી હતું.

6. તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થી અથવા નોકરી માટે બહાર વસેલું છે?  કોણ? ક્યાં?

__

7. દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે?

    દિવાળીનો તહેવાર આવે તે પહેલા અમે અમારા ઘરોની સાફ-સફાઈ કરીએ છીએ. ઘર તથા આંગણાની લીપી મૂકીને સરસ મજાનું ચોખ્ખું બનાવીએ છીએ.  લાડુ મઠીયા ચેવડો ઘુઘરા વગેરે વાનગીઓ બનાવીએ છીએ.  દિવાળીના દિવસે અમે ફટાકડા ફોડીએ છીએ.  

    અમારા ગામમાં દિવાળીના આગલા દિવસે રાત્રે મેરાઈ કાઢવામાં આવે છે. તેમાં બધા બાળકો ગીતો ગાતા ગાતા દીવો લઈને જાય છે અને દરેક ઘરેથી દીવામાં નાખવા માટેનું તેલ માંગે છે. ત્યારબાદ એ મેરાઈ લઈ અને અમારા ગામના સ્થાનકે જાય છે. ત્યાં જઈને બધા ગીતો ગાય તથા રમતો રમે છે. ત્યારબાદ વહેલી સવારે ઘરે આવે છે.

પ્રશ્ન ૨  નીચેની કાવ્યપંક્તિ નો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.

નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીજ જગા,

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સુઈ ગયા.

    બધાએ (વિરહ) ને  ઘરમાં એની જગ્યાએ (  બા તથા ફોઈના હ્રદયમાં) બેઠેલો જોયો.  પણ એ વિરહને અવગણીને ઘરડા ( બા અને ફોઈ)વાતો કરતા કરતા સુઈ ગયા.

    આ કાવ્ય પંક્તિઓની અંદર  કવિ બાના ઘરની સ્થિતિને વર્ણવે છે. અત્યાર સુધી પોતાના સંતાનોની લીધે ભર્યું ભર્યું ઘર આવતીકાલે ખાલી થઈ જશે. એ વિચાર માત્રથી બાનુ  મન ખીન્ન થઈ જાય છે.  એ રાત્રે વિરહે બધાના હૃદયમાં સ્થાન લઈ લીધું છે.  છતાં પણ ઘરડા કોઈ એ વિરહના દુઃખને અવગણીને વાતો કરતા કરતા સુઈ જાય છે.

પ્રશ્ન 3  શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માને લગતી પંક્તિઓ શોધીને લખો.

  • માં તે માં બીજા બધા વગડાના વા
  • એક મા સો શિક્ષકની ગરજ સારે છે
  • મા તે મા માની ગરજ કોઈથી ના સરે
  • મા કહેતા મોઢું ભરાય
  • ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
  • જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
  • જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
  • આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
  • માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ ‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
  • વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
  • જેના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
  • માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
  • માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
  • ‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
  • ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
  • મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
  • મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો

પ્રશ્ન 4  આપેલા વાક્યો વળાવી બા આવી કવિતા ને કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો.

1.  પોતાના સંતાનો ધંધાથી દૂર દૂર વસેલા છે.

  -  વસેલા ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજના

2.  અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું

  -  ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું

3.  આખા ઘરમાં વિરવ એ આપેલો જોયો ને તે પગથિયે બેસી પડી.

    - ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

4.  આ પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને આવી.

     -  વળાવી બા આવી નીજ સકલ સંતાન ક્રમશઃ

5.  સવારે ભાભી નો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા

- સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા

પ્રશ્ન પ  નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

1.  વિધવા સ્ત્રી ના નામ આગળ માનાર્થે  વપરાતું વિશેષણ -  ગંગામાસ્વરૂપ

2.  નવી પરણેલી સ્ત્રી - નવોઢા

3.  પ્રિય વજન બોલનારી ને ધીમુ ધીમુ હસનારી -  પ્રિયવચનમંદસ્મિતવતી

4.  પ્રિયજનોનો વિયોગ -  વિરહ

5.  ઘરમાં પ્રસરેલું - વ્યાપેલું

પ્રશ્ન 6. અલગ પડતા શબ્દો

1.  નોકરી

2.  જાનકી

3. મલકાટ

4. પિતૃત્વ

5.  અંધારું

પ્રશ્ન 7  "મા તે મા બીજા બધા વગડાના વા" વિશે તમારા શબ્દોમાં વર્ણન કરો.

        એક સંતાન માટે એક મા જેવું બીજું કોઈ નથી હોતું. બાળકને એક માતાજીનું હેત કરે જેટલી કાળજી રાખે જેટલી સુંદર રીતે ઉછીની શકે કેટલી સારી રીતે બીજું કોઈ ઉછેરી શકતું નથી.  માતા માટે બાળક જ સર્વસ્વ છે. માતા અનેક કષ્ટ વેઠીને જન્મ આપે છે બાળકને.  અને એનાથી વધારે કષ્ટ  વેઠીને તેને ઉછેરે છે.  મા પોતાના બાળકને સતત કાળજી રાખે છે. બાળક પથારી ભી નહી કરે ત્યારે તેને શું કામો સુવાડે ને પોતે ભીનામાં સુઈ જાય છે.  માં પોતે ભૂખી રે પણ પોતાના બાળકને ભરપેટ જમાડે છે.  બાળક જો મોડું થાય તો માં ઉજાગરા વેઠીને તેની સેવાચાકરી કરે છે.  આટલું બધું સમર્પણ આટલું બધું  બલિદાન મા સિવાય બીજું કોઈ આપી શકતું નથી.  કુટુંબના બીજા સભ્યો બાળકને રમાડશે  થોડી ઘણી સાચવણી કેળવણી રાખશે પરંતુ એક મા જેટલો નિસ્વાર્થ પ્રેમ,  મા જેટલી કાળજી નહીં રાખે. તેથી જ કહેવાય છે મા તે મા બીજા બધા વગડાના વા.