Friday 26 April 2019

ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય.........

              આજે સવાર સવારમાં બાળપણમાં સાંભળેલું ને ખૂબ જ ગાયેલું ગીત હોઠ ઉપર ચડી ગયું, ગીતની રચના ઉમાશંકર જોશીએ કરેલી છે. નાના બાળકોને ખૂબ જ મજા પડે એવુ ને બાળકોની કલ્પનાને દૂર સુદૂર અલકમલકમાં લઈ જાય એવું.......

ઝરણું રમતું રમતું આવે,  ઝરણું રમતું રમતું જાય.
ઝરણું રૂમઝૂમ કરતું નાચે, ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે, ઝરણું વન વન ખીણો ખૂંદે,
 ઝરણું મારગ ધોતું દૂધે,
ઝરણું રમતું રમતું આવે,  ઝરણું રમતું રમતું જાય.

ઝરણું અલકમલકથી આવે ઝરણું અલકમલકથી જાય
ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી



No comments:

Post a Comment