Sunday, 3 April 2022

આષાઢી સાંજનાં અંબર ગાજે

 આષાઢી  સાંજનાં  અંબર  ગાજે  

કવિ - ઝવેરચંદ મેઘાણી

આષાઢી  સાંજનાં  અંબર  ગાજે 

અંબર  ગાજે,   મેઘાડંબર ગાજે!

માતેલા  મોરલાના   ટૌકા  બોલે

ટૌકા  બોલે,  ધીરી  ઢેલડ  ડોલે

ગરવા  ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે,  સૂતી  ગોપી  જાગે

વીરાની  વાડીઓમાં  અમૃત રેલે

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

ભાભીની રાતીચોળ ચૂંદડ  ભીંજે

ચૂંદડ  ભીંજે,  ખોળે  બેટો  રીઝે

આષાઢી  સાંજનાં  અંબર  ગાજે 

અંબર  ગાજે,   મેઘાડંબર ગાજે!

-ઝવેરચંદ મેઘાણી


મન મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે

કવિ  - ઝવેરચંદ મેઘાણી

મોર બની  થનગાટ  કરે,   મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને

આકુલ પ્રાણ કોને કલસાદ કરે

મન મોર બની થનગાટ કરે

ઘર   ઘરર   ઘરર   મેઘઘટા   ગગને   ગગને   ગરજાટ  ભરે

ગુમરી ગુમરી  ગરજાટ ભરે  નવ ધાન ભરી  સારી  સીમ ઝૂલે

નદીયું  નવજોબન  ભાન ભૂલે  નવ  દીન  કપોતની પાંખ ખૂલે

મધરા   મધરા  મલકાઈને   મેંડક   મેહસું   નેહસું  બાત  કરે

ગગને   ગગને   ઘૂમરાઈને   પાગલ  મેઘઘટા   ગરજાટ   ભરે

મન મોર બની થનગાટ કરે

નવ  મેઘ તણે  નીલ આંજણીએ મારાં  ઘેઘૂર નેન  ઝગાટ કરે

મારાં  લોચનમાં  મદઘેન  ભરે  વનછાંય  તળે  હરિયાળી પરે

મારો આતમ લહેર બિછાત કરે  સચરાચર  શ્યામલ ભાત ધરે

મારો  પ્રાણ  કરી  પુલકાટ  ગયો પથરાઈ  સારી  વનરાઈ પરે

ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન ની…

 - ઝવેરચંદ મેઘાણી

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

 આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

 

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !


ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે

કે ભીંજાય બારીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે

ભીંજાય પાતળિયો અસવાર

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! આભમાં ઝીણી…


ઝીણા ઝરમર વરસે મેહ,

 ઝીણા ઝરમર વરસે મેહ

ન્હાનાલાલ કવિ


 ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મારી ચૂંદલડી :

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે :

ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માલા;

હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,

ટહુકે મયૂર કેરી વેણાં રે :

ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,

ટમકે મારા નાથનાં નેણાં :

હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને

મીઠા મૃદંગ પડછાન્દા રે :

મન્દ મન્દ હેરે મીટડી મયંકની,

હેરો મારા મધુરસચન્દા!

હો! ભીંજે મારી ચૂંદલડી


ન્હાનાલાલ કવિ


ઝીણી ઝરમર વરસી !


ઝીણી ઝરમર વરસી !    

કવિ -  ઉપેન્દ્ર પંડ્યા 

આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !

એવી ઝરમર વરસી !

વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,

તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?

ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી !

ઝીણી…

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,

મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?

કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.

ઝીણી…

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,

તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઇ પરસી,

ઝીણી ઝરમર વરસી !


– ઉપેન્દ્ર પંડ્યા


Tuesday, 23 November 2021

આપણાં રાષ્ટ્રીય પ્રતીકો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે જાણો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો ભારતીય ઓળખ અને વારસાનો મૂળ ભાગ છે. આ પ્રતીકો આપણાં દેશની સંસ્કૃતિનું પ્રતીક છે. ચાલો આપણે આ લેખ દ્વારા ભારતની રાષ્ટ્રીય ઓળખના પ્રતીકો, તેમના અર્થ વિશે અભ્યાસ કરીએ.

રાષ્ટ્રધ્વજ - ત્રિરંગો

ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

 ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને લીલો કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે.


રાષ્ટ્રીય પક્ષી - મોર
ભારતીય મોર, પેવો ક્રસ્ટેટસ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી,એ એક રંગીન,હંસના કદનું પંખા-જેવી પીંછાઓની કલગી સાથેનું,આંખની અંદર સફેદ ચકતી અને લાંબી,પાતળી  ગરદન સાથેનું પક્ષી છે. આ જાતિના નરો ચમકતી વાદળી રંગની છાતી અને ગરદન અને અંદાજે 200 લાંબા પીંછાઓ સાથેની આકર્ષક તામ્ર-લીલા રંગની પૂંછડી સાથે માદાઓ કરતાં વધારે રંગીન હોય છે.માદાઓ ભૂરા રંગની,નર કરતા જરા નાની અને પૂંછડી વગરની હોય છે.નરનું પૂંછડી પટકાવતુ અને તેના પીંછા ઉછાળતું વ્યાપક પ્રણયયાચન નૃત્ય એ એક સુંદર દ્રશ્ય છે.
રાષ્ટ્રીય ફૂલ - કમળ
કમળ (નેલુમ્બો ન્યુસીપેરા ગેર્ટન્) એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે. આ એક પવિત્ર ફુલ છે અને પ્રાચીન ભારતની કળા અને પૌરાણીકતામાં અનોખું સ્થાન મેળવે છે અને અતિપ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક છે.
ભારત વનસ્પતિથી સમૃદ્ધ છે.વર્તમાનની ઉપલબ્ધ માહિતીએ વનસ્પતિ વિવિધતામાં ભારતને વિશ્વના દસમા સ્થાન પર અને એશિયાના ચોથા સ્થાન પર મૂક્યું છે. અત્યાર સુધીના સર્વેક્ષણ મુજબ અંદાજે 70 ટકા ભૌગોલિક ક્ષેત્રમાંથી 47,000 વનસ્પતિ જાતિઓ ભારતીય વનસ્પતિશાસ્ત્રીય સર્વેક્ષણ (BSI) દ્વારા વર્ણવામાં આવી છે.

રાષ્ટ્રીય વૃક્ષ - વડ
ભારતીય વડનું વૃક્ષ,ફાયકસ બેંગેલેન્સીસ,જેની ડાળીઓ મૂળીયા પોતે જ વિશાળ વિસ્તાર પરના નવા વૃક્ષ જેવા છે.આ મૂળીયા પાછા નવા થડો અને ડાળીઓ પેદા કરે છે.આ લાક્ષણિકતાના અને તેની લાંબી આવરદાના કારણે,આ વૃક્ષને અમર ગણવામાં આવે છે અને ભારતની પુરાણકથા અને દંતકથાનું અભિન્ન અંગ માનવામાં આવે છે.આજે પણ,ગ્રામ્ય જીવન માટે વડનું ઝાડ એ કેન્દ્ર બિંદુ છે અને ગ્રામ્ય પંચાયતો આ વૃક્ષની છાયા હેઠળ બેસે છે.

 

રાષ્ટ્રગાન- જન ગણ મન
ભારતનું રાષ્ટ્રગાન એ વિવિધ પ્રસંગો પર વગાવવામાં કે ગાવામાં આવે છે. આવા પ્રસંગો પર યોગ્ય ઔચિત્યના અનુસરણ દ્વારા રાષ્ટ્રગાન આદર આપવા વિશે અને કયા પ્રસંગો પર તેને વગાડાય કે તેને ગવાય તેના વિશે રાષ્ટ્રગીતની યોગ્ય રજૂઆત માટે સમય-સમયપર દિશાસૂચનો બહાર પાડવામાં આવે છે. સામાન્ય માહિતી અને માર્ગદર્શન માટે આ દિશાસૂચનોનો સારાંશને આ માહિતી પત્રકમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ગીત-સંપૂર્ણ અને ટૂંકી રજૂઆત 52 સેકંડમાં પૂરું કરવું॰

સ્વર્ગસ્થ કવિ રવિન્દ્રનાથ ટાગોરના ગીતની પ્રથમ કડીના શબ્દોની રચના અને સંગીત "જન ગણ મન" ને ભારતનું રાષ્ટ્રગીત કહેવામાં આવે છે.તેને નીચે મુજબ વંચાય છે:

જન-ગણ-મન-અધિનાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
પંજાબ-સિંધ-ગુજરાત-મરાઠા
દ્રાવિડ-ઉત્કલ-બંગ
વિંધ્ય-હિમાચલ-યમુના-ગંગા
ઉચ્છલ્લ-જલધિ-તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાયે તવ જય ગાથા,
જન-ગણ-મંગલ-દાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
જય હે,જય હે,જય હે,
જય જય જય, જય હે!

રાષ્ટ્રીય નદી - ગંગા
ગંગા કે ગંગેસ એ ભારતની સૌથી મોટી નદી છે જે પર્વતો,ખીણો અને મેદાનોના 2,510 કિં.મીથી પણ વધારેના વિસ્તાર પર વહે છે.તેનું ઉદ્ભવસ્થાન હિમાલયોના ગંગોત્રી હિમનદીના હિમક્ષેત્રોમાં ભગીરથી નદી તરીકે છે.પાછળથી તેનામાં બીજી નદીઓ ભળે છે જેવી કે અલખનંદા, યમુના,સન,ગોમતી,કોશી અને ઘાગરા. ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને 1,000,000 ચો.ફૂટના વિસ્તારને આવરે છે.નદી પર બે ડેમો છે-એક હરિદ્વાર પર અને બીજો ફરક્કા પર.ગંગા નદી પરના ડોલ્ફીનો લુપ્તપ્રાય: પ્રાણી છે જે ખાસ કરને આ નદી પર વસવાટ કરે છે.

ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે.મહત્વના ધાર્મિક અવસરો નદીના કાંઠા પરના શહેરો પર યોજવામાં આવે છે જેવા કે વારાણસી,હરિદ્વારા અને અલાહબાદ.ગંગા પોતાની યાત્રા બંગાળની ખાડીમાં પૂર્ણ કરતાં પહેલા તેના પ્રવાહને બાંગ્લાદેશના સુંદરવનની પોચી જમીનમાંના ગંગેસ ત્રિકોણપ્રદેશમાં ફેલાવે છે
રાજ્ય ચિહ્ન - ચાર સિંહની આકૃતિ
રાજ્ય ચિહ્ન એ અશોકના સ્તંભ સરનાથ સિંહ પરની એક રજૂઆત છે.વાસ્તવિકતામાં,ઘંટાકાર કમળ પર મધ્યવર્તી પૈડાઓ દ્વારા અલગ કરેલા હાથી,પૂરપાટ દોડતો ઘોડો,આખલો અને સિંહના ઉચ્ચ ભાસ્કર્યમાં નકશીકામવાળી શિલ્પકળાઓ સાથે પૃષ્ઠભાગ પર આરૂઢ કરેલા,એક પછી એક ઊભેલા,ચાર સિંહો છે.સ્તંભને ધર્મના ચક્ર (ધર્મ ચક્ર)દ્વારા અભિષિત કરવામાં આવ્યો છે,પૉલીશ કરેલા રેતીના પથ્થરમાંથી કાપેલો ટૂકડો.

26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકૃત કરાયેલા રાજ્ય ચિહ્નમાં,માત્ર ત્રણ સિંહો દ્રશ્યમાન છે,ચોથો સિંહ અવલોકનમાં દેખાતો નથી.ચક્ર જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડા સાથે પૃષ્ઠભાગના કેન્દ્રમાંની ઉપસી આવેલી આકૃતિમાં દેખાય છે અને બીજા ચક્રોની કોરો તદ્દન બહારની જમણી અને ડાબી બાજુ દેખાય છે.ઘંટાકાર કમળનો સમાવેશ કરવામાં આવ્યો નથી.મુંડક ઉપનિષદ પરના શબ્દો સત્યમેવ જયતે જેનો અર્થ થાય છે કે ‘સત્ય એકલું હોય તો પણ વિજય પામે છે’,તેઓને અહિંયા નીચે દેવનગરી સ્ક્રીપ્ટમાં લખવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કેલેન્ડર - શાક સંવત
ચૈત્રને પ્રથમ માસ અને 365 દિવસોના સામાન્ય વર્ષ સાથે,શાકા યુગના આધારે 22મી માર્ચ 1957થી ગ્રેગોરીયન કેલેન્ડર સાથે રાષ્ટ્રીય કેલેન્ડરને નિમ્નલિખિત સત્તાવાર કારણોસર સ્વીકૃત કરવામાં આવ્યું હતું:

ભારતના સમાચારપત્રો
ઓલ રેડિયો દ્વારા સમાચાર પ્રસારણ
ભારત સરકાર દ્વારા નિર્ગમિત કેલેન્ડરો અને
જાહેર જનતાને સંબોધીને સરકારી સંચારો
રાષ્ટ્રીય કેલેન્ડરની તારીખોને ગ્રેગોરીયન કેલેન્ડરની તારીખો સાથે કાયમી મેળ છે.1 મોટાભાગે ચૈત્ર મહિનો 22મી માર્ચના અને લીપ વર્ષમાં 21મી માર્ચે આવે છે.

રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

રાષ્ટ્રીય કવિતા- વંદે માતરમ્
બંકીમચંદ્ર ચેટરજી દ્વારા સંસ્કૃતિમાં રચેલું કાવ્ય વંદે માતરમ્, એ સ્વતંત્રતા માટેની લડાઈમાં લોકોને પ્રેરણા પૂરુ પાડતું સ્ત્રોત હતું.તેનો જન-ગણ-મન. સાથેનો સમાન દરજ્જો છે.પ્રથમ રાજનૈતિક પ્રસંગ જેમાં તેને ગાવામાં આવ્યું હતું તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1896 સત્ર હતું.નીચે આપેલા શબ્દો એ તેની પ્રથમ કડીના છે:

વંદે માતરમ્!
સુજલામ્, સુફલામ્, મલયજ શીતલામ્,
શસ્યશ્યામલામ્, માતરમ્!
વંદે માતરમ્!
શુભ્રજ્યોત્સના પુલક્તિયામિનમ્,
ફુલ્લકુસુમિતા દ્રમુદલા શોભિનમ્,
સુહાસિનમ્ સુમધુર ભાષિનમ્,
સુખદામ વરદામ, માતરમ્!
વંદે માતરમ્, વંદે માતરમ્!

The English translation of the stanza rendered by Sri Aurobindo in prose 1 is:

I bow to thee, Mother,
richly-watered, richly-fruited,
cool with the winds of the south,
dark with the crops of the harvests,
The Mother!
Her nights rejoicing in the glory of the moonlight,
her lands clothed beautifully with her trees in flowering bloom,
sweet of laughter, sweet of speech,
The Mother, giver of boons, giver of bliss.

રાષ્ટ્રીય ફળ - કેરી
    મેંજીફેરા ઈન્ડીકા વૃક્ષનું જાડું ફળ,પાકેલું ખવાય છે અથવા કાચું અથાણા બનાવવા માટે વપરાય છે,કેરી એ ઉષ્ણકટિબંધ વિશ્વનું સૌથી મહત્વનું અને વ્યાપકપણે સંવર્ધિત ફળોમાંનું એક છે.તેનું રસાળ ફળ એ એ વિટામીન એ,સી અને ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે.ભારતમાં પ્રાચીન સમયથી કેરીઓની 100થી પણ વધારે વિવિધતાઓ છે.કવિ કાલીદાસે તેના વખાણ કર્યા છે.એલેક્ઝાંડરે તેના સ્વાદની મજા માણી છે જેવી રીતે ચીની પ્રવાસી હીયુન ટીસેંગે માણી હતી.મોગલ સમ્રાટ અકબરે બિહારના દરભંગામાં 100,000 કેરીના વૃક્ષ રોપ્યા હતા જેને આજે લખી બાગ કહેવાય છે.

રાષ્ટ્રીય રમત - હોકી
    ભારત જ્યારે હોકીની રમત રમ્યું ત્યારે તેણે વિજય પ્રાપ્ત કર્યો.આપણા રાષ્ટ્ર પાસે આઠ ઓલિમ્પિક સોનાના ચંદ્રકો સાથેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.1928-56 સુધી ભારતીય હોકીનો સુવર્ણકાળ હતો,જે સમયે ભારતીય હોકી ટીમે છ ક્રમિક ઓલિમ્પિક સોનાના ચંદ્રકો જીત્યા હતા.ટીમે બે બીજા ચંદ્રકો (ચાંદી અને તામ્ર) સિવાય 1975નો વિશ્વ કપ પણ જીત્યો હતો.ભારતીય હોકી સંઘે 1927માં વૈશ્વિક જોડાણ પ્રાપ્ત કર્યું હતું અને આંતર્રાષ્ટ્રીય હોકી સંઘની સાથે જોડાયા હતા.

ભારત તેની સોનેરી ગાથાની શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું તેથી ભારતીય હોકી સંઘના ઈતિહાસની શરૂઆત થઈ.ટુરે ભવ્ય સફળતા મેળવી જેમાં ભારતે 21 મેચોમાંથી 18 જીતી અને દંતકથાત્મક ધ્યાન ચંદ્ર ભારત તરફથી જવાબ તરીકે 192માંથી 100 ગોલોથી પણ વધારે સ્કોરો કરવા દ્વારા બધાના ધ્યાનું કેન્દ્ર બન્યો હતો.1928માં એમ્સ્ટરડમમાં મેચનો આરંભ થયો હતો અને 1932માં ભારત વિજય પ્રવાસ પર લોસ એન્જેલસમાં ગયું હતું અને 1936માં બર્લિનમાં અને તેથી ઓલિમ્પિકમાં સોનાના ચંદ્રકોની લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

ભારતની સ્વતંત્રતા પછી; ભારતીય ટીમે 1948ના લંડન ઓલિમ્પિક્સ,1952 હેલ્સીન્કી ગેમ્સ અને મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોનાના ચંદ્રકોની બીજી લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

સુવર્ણ યુગ દરમ્યાન, ભારતે 24 ઓલિમ્પિક મેચો રમી હતી,તે તમામ 24 જીતી હતી,178 ગોલોનો સ્કોર કર્યો હતો(7.43 ગોલ પર મેચની સરેરાશ પર) અને માત્ર 7 ગોલો છોડ્યા હતા.ભારત માટે બીજાબે સોનાના ચંદ્રકો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં અને 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં આવ્યા હતા.

રાષ્ટ્ર પિતા - ગાંધીજી
    ભારત ના રાષ્ટ્ર વિષે ની વાત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના ઉલ્લેખ વગર અધૂરું લાગે...



Saturday, 3 July 2021

આપણાં ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો

 1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી - વાઘ

2. ભારતનું રાષ્ટ્રીય પક્ષી - મોર

3. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી - ગંગા ડોલ્ફીન

4. ભારતનું રાષ્ટ્રીય ફળ - કેરી

5. ભારતનું રાષ્ટ્રીય ફૂલ - કમળ

6. ભારતના રાષ્ટ્ર પિતા - મહાત્મા ગાંધી

7. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ - ત્રિરંગો

8. ભારતની રાષ્ટ્રીય રમત - હોકી

9. ભારતનું રાષ્ટ્રગીત  (ગાન)- જન - ગન - મન …….

10. રાષ્ટ્રીય પંચાંગ - શક સંવત - ચૈત્ર માસથી શરૂ

11. ભારતનું રાષ્ટ્રીય ગીત - વંદે માતરમ

12. ભારતના રાષ્ટ્રીય ચિહ્નો - ચાર સિંહોની આકૃતિ

13. રાષ્ટ્રીય નદી - ગંગા નદી

14. ભારત રાષ્ટ્રભાષા - હિન્દી

15. ભારતના રાષ્ટ્રીય અવતાર - ભારત માતા

16. ભારતની રાષ્ટ્રીય લિપિ - દેવનાગરી

17. ભારતનું રાષ્ટ્રીય ચલણી નાણું - રૂપિયો

18. ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર - ભરતરત્ન 

19.ભારતની રાષ્ટ્રીય નદી - ગંગા 

20. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશું - હાથી 

આપણાં રાષ્ટ્રીય પ્રતીકો

Wednesday, 24 February 2021

Essay On Biodiversity

 What is Biodiversity?

        The term biodiversity  refers to the variety of life on Earth at all its levels, from genes to ecosystems, and can encompass the evolutionary, ecological, and cultural processes that sustain life.

        Biodiversity includes not only species we consider rare, threatened, or endangered but also every living thing—from humans to organisms we know little about, such as microbes, fungi, and invertebrates.

Why Biodiversity is Important?

        Biodiversity is important to most aspects of our lives. We value biodiversity for many reasons, it provides us food, fuel, shelter, and medicine, it also helpful for pollination, seed dispersal, climate regulation, water purification, nutrient cycling, and control of agricultural pests. Biodiversity has cultural value to humans as well, for spiritual or religious reasons for instance. The different values placed on biodiversity are important because they can influence the conservation decisions people make every day.

Threats to Biodiversity 

      Over the last century, humans have come to dominate the planet, causing rapid ecosystem change and massive loss of biodiversity across the planet. This has led some people to refer to the time we now live in as the “Anthropocene.” While the Earth has always experienced changes and extinctions, The underlying causes of biodiversity loss, such as a growing human population and overconsumption are often complex and stem from many interrelated factors.

What can We do to save Biodiversity?

Use Natural Water - We must use natural water sources when we are on tour. If we want to carry water we must use reusable bottles and refill at the tap.

Become Supporter  of Organic - We must become supporter of organic food. We should avoid to usage of synthetic pesticides and fertilizers.

Choose Cloth Bag Only- Plastic bags are everywhere — they get caught in trees and they clog our waterways. Paper bags come with a significant environmental impact as well, made out of tree pulp and utilizing energy to produce. Best is to bring a cloth bag instead of plastic or paper...or choose no bag!

Say No to Disposable Cups and Dishes- Start your day by breaking free of the disposable habit. Using a refillable mug for tea or coffee reduces waste and energy consumption — even recycled paper cups, dishes for snacks  utilize energy and resources to produce.

Plant Native Plant -  Landscaping with native plants requires minimal maintenance and enhances wildlife habitat. Contact your local botanical garden, arboretum, or native plant nursery for information about what grows best in your area and the habitat requirements of different plant species

Choose Eco Friendly- A variety of products (toothpaste, shampoo, body lotion etc.) contain not only harmful chemicals, but also palm oil. Due to a rapid increase in demand, clearing land for palm oil plantations has become one of the world's leading drivers of deforestation - releasing carbon into the atmosphere and destroying habitats. Consider switching to eco-friendly products for your daily beauty routine! Also consider eco-friendly fashion lines and eco-friendly home decor.

Be Vegetarian - Livestock production is one of the major causes of the world's most pressing environmental problems, including climate change, land degradation, pollution, and loss of biodiversity. Reducing our meat consumption and making wise choices can encourage more sustainable livestock management. Many fish and shellfish species have been severely overharvested, and some fish farming practices are polluting or unsustainable.To make informed choices, consult one of these sustainable seafood guides: Blue Ocean Institute, Monterey Bay Aquarium, Environmental Defense.

Choose Green Energy - Green power is supplied in whole or in part from renewable energy sources, such as wind and solar power, geothermal, and hydropower, all of which come with fewer negative environmental impacts. For more information visit the Office of Energy Efficiency and Renewable Energy (EERE) and ask your power company about purchasing green power!


Monday, 8 June 2020

What Are Personal Pronouns?

            A personal pronoun is a short word we use as a simple substitute for the proper name of a person. Each of the English personal pronouns shows us the grammatical person, gender, number, and case of the noun it replaces. I, you, he, she, it, we they, me, him, her, us, and them are all personal pronouns

For e.g. We are not speaking such way Rekha is my student. Rekha is clever girl.
              but we will say Rekha is my student. She is clever girl.

Person              Nominative Objective
First singular                I                     me
Second singular     you              you
Third singular  he, she, it         him, her, it
First plural               we                 us
Second plural               you                you
Third plural               they              them